🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

Khergam : ખેરગામ ખાખરી ફળિયા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

  Khergam : ખેરગામ ખાખરી ફળિયા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

તારીખ 27-06-2024નાં દિને  ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ અને ગામનાં માહિલા સરપંચ ઝરણાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનોએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.ખેરગામ કુમાર શાળા અને કન્યાશાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ-1માં 3 કુમાર અને ૩ કન્યાઓ મળીને 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 








Post a Comment

0 Comments