વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.
તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.
ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું.
જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું.
તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ભસ્તા ફળીયા પ્રાથમિક શાળા હાજર થઈ 21 વર્ષ સેવા બજાવી તા 31-10-2024નાં દિને નિવૃત્ત થનાર છે.તેમણે 21 વર્ષની સેવામાં ભસ્તા ફળીયા, સરસિયા ફળિયાનાં લોકો સાથે આત્મીયતાનો ઘરોબો કેળવ્યો હતો. બાળકોનાં શિક્ષણ માટે તેમણે કોઈ કસર બાકી રાખી નહોતી. તેમણે તન મન અને ધનથી નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી સેવા બજાવી છે.
આ નિવૃત્ત વિદાય સન્માન સમારંભનાં પ્રમુખશ્રી તરીકે ઈનચાર્જ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી/પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ જનતા માઘ્યમિક શાળાના ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તથા (નિવૃત્ત કેન્દ્ર શિક્ષક કુમાર શાળા ખેરગામ) અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રી મોહિનીબેન પટેલ,વિજયભાઈ રાઠોડ,ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ શિક્ષક મંડળીનાં ઉપપ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ, તથા સહ હોદ્દેદારો, મુખ્ય શિક્ષકો, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, એસએમસીના સભ્યો, ગ્રામજનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું નિવૃત્ત જીવન નીરોગીમય, ભક્તિમય અને સમાજસેવામાં પસાર થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
0 Comments