🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

ખેરગામ તાલુકાનાં ખેરગામ ગામની લહેરકા ફળિયા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી શ્રીમતિ હંસાબેન પટેલનો વિદાય સમારંભ યોજાયો. (8 Oct. 2022)

                 


                


      લહેરકા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી શ્રીમતિ હંસાબેન મગનભાઈ પટેલ તારીખ-૩૧-૧૦-૨૦૨૨નાં દિને વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થનાર હોય તા.-૦૮-૧૦-૨૦૨૨નાં  દિને વિદાય સમારંભ યોજાયો હતો. તેમની પ્રથમ નોકરીની શરુઆત તારીખ ૧૭-૭-૧૯૯૦માં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનાં સત્તર ગામની તાલુકા શાળાથી થઈ અને ત્યાં તેમણ ૧૧ વર્ષ ૬ માસ  ફરજ બજાવી હતી.

     



       
        ત્યારબાદ જિલ્લાફેર બદલીથી ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે બદલી થઈ હતી. અહીં તેમણે ૬ માસ ફરજ બજાવી હતી અને અહીં તેમની વધ પડતાં તેમની બદલી ખેરગામ કેન્દ્રની લહેરકા પ્રાથમિક શાળા ખાતે તારીખ-૦૨-૦૧_૨૦૦૨માં થઈ હતી.



             ત્યાર બાદ તેમણે તેમની નોકરીનાં બાકી વર્ષ પૂર્ણ કરી અહીં નિવૃત્ત થયા હતા. તેમનાં પરિવારમાં તેમનાં પતિ શ્રી હર્ષદકુમાર છગનલાલ પટેલ જે ખેરગામ કેન્દ્રની ભસ્તા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ફરજ બજાવે છે. જ્યારે તેમના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર મેહુલ હાલમાં સિવિલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. જ્યારે પુત્રી મીનલ bsc.bed અભ્યાસ કરી હાલ દાહોદ જિલ્લામાં ઉચ્ચ પ્રાથમિકમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અને તેમના વેવિશાળ વેણ ફળિયાનાં ચંપકભાઈ એન. પટેલના સુપુત્ર અનુપકુમાર સાથે થયેલ છે.  

       




  આ વિદાય સમારંભ કાર્યક્રમમાં શાળાના SMC સભ્યો, ગામનાં આગેવાનો, ખેરગામ તાલુકાના કેળવણી નિરીક્ષકશ્રી અને કુમાર શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, સંઘનાં મહામંત્રી શ્રી કિરીટભાઈ, બી.આર.સી અમૃતભાઈ,ખેરગામ કેન્દ્રગૃપમંત્રીશ્રી  વિમલભાઈ, સંઘનાં માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ભસ્તા ફળિયાના નિવૃત્ત આચાર્યશ્રી ઉદયસિંહ સોલંકી, ખેરગામ કુમાર શાળાના નિવૃત્ત કેન્દ્ર શિક્ષક અને જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, નવજીવન માધ્યમિક શાળા બહેજનાં નિવૃત્ત આચાર્યશ્રી ચંપકભાઈ પટેલ, પ્રો. નિરલ પટેલ  પોલીટેકનિક કોલેજ ભરૂચ અને તાલુકાના શિક્ષકો, આચાર્યશ્રીઓ, આમંત્રિત સગા-સંબંધીઓ હાજર રહી શ્રીમતી હંસાબેન પટેલનું નિવૃત્ત જીવન સહપરિવાર સાથે સુખમય અને આરોગ્યમય રીતે વ્યતિત થાય તે માટે  સૌ ઉપસ્થિત શુભેચ્છકોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.











Post a Comment

0 Comments