🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

વાડ મુખ્ય પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

  


તારીખ 30/12/23 થી તા.31/12/23 ના રોજ બે દિવસનો વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખેરગામમાંથી શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાવાગઢ,બરોડા, ડાકોર, કાંકરિયા તળાવ , વૈષ્ણવ દેવી, અક્ષરધામ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો.. જેમાં અમારા પ્રવાસની શરૂઆત પાવાગઢ થી કરવામાં આવી જેમાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે મહંમદ બેગડા એ વસાવેલું હતું..જ્યા એક કિલ્લો આવેલો છે જેમાં જામાં મસ્જિદ અને મોતી મસ્જિદ આવેલી છે જે બતાવવામાં આવી. અને ત્યાર બાદ અમો સૌ પાવાગઢ પર્વત પર ચડવાની શરૂઆત કરી.... અને મહાકાળી માટેના દર્શન કરી ત્યાં ગરબા રમ્યા અને. ખરીદી કરતા કરતા નીચે માચી સુધી આવ્યા અને.. મચી થી બસ માં બેસી ફરીથી તળેટીમાં આવેલ ચાંપાનેર ગામ માં આવી ગયા... ત્યાર બાદ ત્યાં જમી લીધું અને ત્યાં થી બરોડા સયાજી ગાયકવાડ મહારાજ મ્યુઝિયમ જોવા માટે નીકળ્યા... મ્યુઝિયમ માં રાજા મહારાજા અને રાણી તેમજ રાજકુમાર નો પોશાક, લડાઈ માટેના સાધનો, 19 મી સદીની માટીની વિવિધ વસ્તુઓ,,લાકડામાંથી કોતરણી કરીને બનાવેલ વિવિધ વસ્તુઓ , ધાતુઓ ની વસ્તુઓ તેમજ વિવિધ ખનીજો ના નમુના તેમજ પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ મમી અને બધા સજીવોના હાડપિંજર સાચવેલા તે જોવા મળ્યા..ત્યારબાદ ડાકોર જવા નીકળ્યા અને ત્યાં જઈ રણછોડરાય ભગવાન ના દર્શન કર્યા અને ત્યાં જઈ ને સાંજનું જમી લીધું અને ધર્મશાળામાં રોકાયા  ત્યારબાદ વહેલી સવારે નાહી ધોઇ ને તૈયાર થઈ 6 વાગ્યે બસ માં બેસી અમદાવાદ કાંકરિયા તળાવ જોવા નીકળ્યા અને.. તે નજારો જોઈ ખૂબ ખુશ થઈ ગયા ત્યાર બાદ કમલા નહેરુ પાર્ક માં પ્રાણીસંગ્રહાલય જોવાની ખૂબ મજા આવી....ત્યાર કાંકરિયા તળાવની ફરતે ટોય ટ્રેનમાં બેસી  નજારાની મજા લીધી. ત્યાર બાદ ત્યાંથી ભોજન લઇ ત્યાંથી વૈષ્ણવ દેવી માતાના દર્શન કરવા માટે ગયા.. ત્યાર બાદ વર્લ્ડ હેરિટેજ માં સ્થાન પામેલ અડાલજની વાવ ની મુલાકાત લીધી.. વાવ જોઈ બાળકો ખૂબ ખુશ થઈ ગયા... ત્યાર બાદ ગુજરાતનું  પાટનગર ગાંધીનગર જવા રવાના થયા અને રસ્તે વિઠ્ઠલભાઈ ભવન વિધાનસભા ગૃહ જોયું... મહાત્મા મંદિર ને જોયું અને અમારા પ્રવાસનું અંતિમ સ્થળ અક્ષરધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કર્યા અને પ્રદર્શન તેમજ વોટર લેસર શો નિહાળ્યો જે જોઈ સૌ બાળકો ખુશ થઈ ગયા હતા........

































Post a Comment

0 Comments