🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

ખેરગામ કુમાર શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી.



તારીખ : ૨૬-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના બહાદુર પુત્રોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના વિશે શિક્ષકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આજના દિવસે દેશભકિતગીતો નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રોના સન્માન માટે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે ૨૬મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે તેમની બહાદુરી અને બલિદાનને યાદ કરવામાં આવે છે. શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજીને ચાર પુત્રો હતા. અજિત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ બધા ખાલસાનો ભાગ હતા. આ દિવસે સાહિબજાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહ શહીદ થયા હતા. ૧૬૯૯માં ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા નામની સેનાની રચના કરી હતી. જેનું મિશન લોકોને જુલમથી બચાવવાનું હતું. ખાલસા મુઘલ સામ્રાજ્ય માટે ખતરો હતા. 

૧૭મી સદીમાં શીખોને આનંદપુર સાહિબમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળ ગયો હતો. થોડા સમય પછી, ૧૭૦૪માં શીખોએ કિલ્લો છોડવો પડ્યો. તેઓએ એક કરાર કર્યો કે જો ગુરુ ગોવિંદ સિંહ આનંદપુર સાહિબ છોડશે, તો કોઈ યુદ્ધ નહીં થાય. પરંતુ ગુરુ ગોવિંદ સિંહ અને તેમના અનુયાયીઓ પર સારસા નદી પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેના બે પુત્રો શહીદ થયા હતા અને બાકીના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. ઔરંગઝેબ અને તેના લોકો તલવારના જોરે ગુરુ ગોવિંદ સિંહના બાળકોનો ધર્મ બદલવા માંગતા હતા, પરંતુ તેઓ ઝૂક્યા નહીં અને તેમને દીવાલમાં ચણી દેવામાં આવ્યા.

Post a Comment

0 Comments