🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

ખેરગામ કુમાર શાળા ખાતે પતંગોત્સવ યોજાયો.

 


ખેરગામ કુમાર શાળા ખાતે પતંગોત્સવ યોજાયો.

તારીખ :૧૩-૦૧-૨ ૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે પતંગોત્સવ ઉજવાયો હતો. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. 

 પ્રાર્થના સંમેલન દરમ્યાન મકરસંક્રાતિ વિશે બાળકો દ્વારા નિબંધ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો તેમની કક્ષા અનુસાર વ્યક્તવ્ય રજૂ કર્યું હતું.

તમામ બાળકોને તલનાં લાડુ દ્વારા મોં મીઠુ કરવામાં આવ્યું હતું. બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે અને બાળકોમાં સંઘભાવના ગુણ વિકસિત થાય એ ઉદ્દેશ્ય સહ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી હતી.










Post a Comment

0 Comments