🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

Khergam (Kumar shala): કુમાર શાળા ખેરગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવણી.

  


Khergam (Kumar shala): કુમાર શાળા ખેરગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવણી.

તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો.

જેમાં સૌ પ્રથમ ધ્વજવંદન શાળા  ભણેલી દિકરી સ્વાતિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 

ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ -૭A નાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત, ધોરણ ૩ અને ૪નાં બાળકો દ્વારા અભિનય ગીત, ધોરણ ૪અને ૫નાં બાળકો દ્વારા અભિનય ગીત, બાલવાટિકાનાં બાળકો દ્વારા બાળગીત, ધોરણ ૨ અભિનય ગીત, ધોરણ ૬A ગુજરાતી ગીત, ધોરણ ૭B નાટક, ધોરણ ૮ આદિવાસી ગીત, અને ધોરણ ૬B દ્વારા દેશભક્તિ ગીત જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જુદીજુદી કૃતિઓ માટે વાલીઓ તરફથી દાન આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ દેખાવ કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ઝરણાબેન પટેલ, એસ.એમ.સી.નાં સભ્યો, ગામના આગેવાન નાનુભાઈ લાડ, એસ.એમ. સી. અધ્યક્ષશ્રી શરદભાઈ પટેલ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Post a Comment

0 Comments