🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

ખેરગામ ગામની શાળાઓની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

   


ખેરગામ ગામની  શાળાઓની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

તારીખ : ૧૯-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ ગામમાં સમાવેશ શાળાઓની સૂર્ય નમસ્કાર સ્પર્ધા મિશન ફળિયા પ્રાથમિક ખેરગામ ખાતે યોજાઈ.

જેમાં ખેરગામ ગામની કન્યા શાળા, કુમાર શાળા, ભસ્તા ફળિયા પ્રાથમિક શાળા, સાવર ફળિયા પ્રાથમિક શાળા,મિશન ફળિયા, બાવળી ફળિયા પ્રાથમિક શાળાઓના  ૫૪ બાળકોએ ભાગ લીધો હતો. 

જેમાં કન્યા શાળાની વિદ્યાર્થિની શૈલી સંજયભાઈ પટેલ અને મિશન ફળિયા પ્રાથમિક શાળાનો વિધાર્થી ભાવેશભાઈ ધનશુભાઈ દહાવળ પ્રથમ ક્રમે આવ્યા હતાં. જે હવે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા જનતા માધ્યમિક શાળા ખાતે યોજાનાર છે તેમાં તેઓ ભાગ લેશે.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ,ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ દ્વારા બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.


Post a Comment

0 Comments