Khergam(Kumar shala) ખેરગામ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ :૦૨-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.જેમાં ધોરણ ૬ થી ૮ વિદ્યાથીઓ અને શિક્ષકો જોડાયા હતા. આ શૈક્ષણિક પ્રવાસનાં સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમ અને પોઇચા સ્થળોનો સમાવેશ થાય છે.
તારીખ :૦૨-૦૨-૨૦૨૪નાં સવારે મળસ્કે શાળામાંથી પ્રવાસ જવા રવાના થયા હતા. જ્યાં સવારે ૭:૩૦ કલાક દરમ્યાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પહોંચ્યા હતા.જ્યાં સૌ પ્રથમ સરદાર સરોવરની મુલાકાત અને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રદર્શન નિહાળ્યું હતું. જ્યાંથી પરત પોઇચા પહોંચ્યા હતાં. ત્યાં સ્વામી નારાયણ મંદિરની મુલાકાત અને પ્રદર્શન નિહાળ્યું હતું. નર્મદા નદી અને આજુબાજુ ભૌગોલિક વિસ્તાર બસમાં બેઠાં બેઠાં નિહાળ્યો હતો.
0 Comments